અમૂલખ માનવ દેહ

અમૂલખ માનવ દેહ

ઢાળ-ફિલ્મી ગીત- ફૂલ તુજે ભેજા હે ખતમેં-જેવો
૨૫.૩.૨૧
માનવ દેહ મિલા હે અમૂલખ, શોચ સમજ જી લે યારા
યે અવસર ફિર મિલેયા મિલે ના, કરલે ભજન પ્રભુ કા પ્યારા

જનમ દીયા હે જગ મેં તુજકો, માનુજ તન સબસે ન્યારા
ભજન કરન કો શબ્દ દીયાહે, પૈર દીયા ચલ હરિ દ્વારા
સંત સમાગમ સતસંગ કરલે, ભક્તિ રસ પી લે પ્યારા

છલ કપટ તું છોડ કે બંદા, કંઠ મેં ધર હરિ કિ માલા
રોમ રોમ મેં રામ બસાલે, રખલે હૃદય મેં નંદ લાલા
માયા નઠારી કામ ન આયે, સત્ય કર્મ કર મતવાલા..

તેરા કિયા ભલે કોઈ ન જાને, પર-જાને સબ ઉપર વાલા
ધરતી અંબર કિ બાત બતાદે. ઐસા હે ઉસકા આલા
શરન ગ્રહીલે ગોપીનાથ કા, એક યેહી હે રખવાલા.

ભાવાર્થ- સુજ્ઞ મિત્રો, ચોરાસી લાખ અવનીમાંથી પસાર થયા પછી ઈશ્વર કૃપા થાય તો આ માનવ જન્મ મળે છે, જે દેવો ને પણ દુર્લભ માનવામાં આવે છે. આવો અવસર પછી મળે કે ન મળે માટે સાચા દિલ થી હરિ નું ભજન કરીલો એજ સંતોએ બતાવેલો સાચો માર્ગ છે.
આપણને મોંઘા મૂલો માનવ દેહ મળ્યો છે, જેમાં ભજન કરવા માટે સમજ-વાચા અને સત્ય પથ પર ચાલીને યાત્રા-સંતો નો સંગ અને મંત્ર જાપ અને ભજનો નો લહાવો લેવાનો મોકો મળ્યો છે.
આ દુન્યવી માયામાં ફસાયા વિના, છળ કપટ છોડીને હરિ ભજન કર, અવિરત પ્રભુના નામ નો જાપ કર, એજ સાચો માર્ગ છે.
તું કદાચ એવું વિચારતો હો કે તારા કર્મો કોઈ જાણતું નથી, પણ ઉપરવાળા પાસે એક એવો કીમિયો છે કે તે ત્રણે ભવન માં ચાલતી દરેક ગતિ વિધિ જાણે છે. માટે તેનું શરણું સ્વિકારી લે.
હે નાથ, મારી તો આપને એકજ અરજી છે કે મારું મન ક્યારેય પણ આપને વિસારે નહીં, બસ શ્વાસો શ્વાસમાં તારું રટણ ચાલતું રહે, અને કદાચ હું કંઈ ભૂલ કરું તો મને ક્ષમા કરી દેજે અને તારું શરણ આપજે.

Posted in Uncategorized | Leave a comment

પ્યારી દુનિયા

પ્યારી દુનિયા

                            પ્યારી દુનિયા

ઢાળ- દુનિયા યે ગરજ કી દુનિયા હે દુનિયાકા ભરોંસા કૌન કરે. જેવો…

દુનિયા કો પ્યાર સે દેખ જરા, નફરત કી બાતેં કાહે કરે
સુંદર પ્યારા સર્જન હરિકા, મતલબ સે મરઘટ કાહે કરે….

દેવોં ભી તરસતે રહેતેં હે, ભગવાન ભી આતે રહેતે હેં
ભારતખંડ જિસકો કહેતે હેં, ગૌરવ ગમાર ના કાહે કરે…

તરુવર સરોવર ગિરિવર નદીયાં, પપીહા પીયુ પીયુ ગાન કરે
મન ભાવન મયુરા નૃત્ય કરે, નયનોમેં ના રંગત કાહે ભરે…

મીરાં ને મોહન સે પ્યાર કીયા, માધવ પર તન મન વાર દીયા.
ગોવિંદ ને કૈસા સ્થાન દીયા, ઐસી ભક્તિ ના કાહે કરે..

સુરદાસ ને ઉંગલિ ઐસી કસી, નટખટ નટવર મન આન બસી.
પગ પગ પર પથપે સાથ દીયા, તેરી નિગરાની કાહે કરે…

“કેદાર” કી અરજી એક હરિ, મેરી વાણી સદા હો પ્યાર ભરી
મીઠે બોલ સે દિલમેં ભક્તિ ભરે, કટુતા કી બાતેં કાહે કરે…..
૧૧.૯.૨૦.

ભાવાર્થ- હે માનવ, ઈશ્વર ની બનાવેલી આ દુનિયા એક અણમોલ ભેટ માનવ માટે છે, કેવી અદ્ભુત રચના પ્રભુએ કરી છે, તું એનો આનંદ લેવાને બદલે પોતાના સ્વાર્થ માટે નફરત ફેલાવે છે.

આ ભારત ખંડ માં સાક્ષાત્ ઈશ્વરને કે દેવો ને માનવ બનીને જન્મ લેવાની લાલચ રહે છે, એવી દુનિયામાં તું ચોરાસી લાખ યોનિમાંથી ભટકતો ભટકતો અહીં માનવ જન્મ પામ્યો છે, તો એનો ઉપકાર માન, તું તારા અંદર બેઠેલા નારાયણ ને ઓળખતો નથી અને અભિમાન માં અવસર વેડફી રહ્યો છે.

પ્રભુ ની કેવી સુંદર રચના છે, આ વૃક્ષો, આ સરોવરો, આ આકાશ ને આંબતા પહાડો, પક્ષીઓ ના કલરવ કે મયૂર ના નૃત્ય ને જો તો ખરો! કેટલી અદ્ભુત રચના છે, એને તું તારા દુષ્કર્મો થી શા માટે નરક સમાન બનાવી રહ્યો છે!

મેવાળ ની મહારાણી મીરાં ને યાદ કર, એણે કેવી ભક્તિ કરી! કે દ્વારિકાના નાથે તેને મૃત્યુની પીડા માં થી મુક્તિ અપાવી અને પોતાના મુખ માં સમાવી લીધી. એવી ભક્તિ તું શા માટે નથી કરતો? કોઈ પણ જીવ દિલ થી ભક્તિ કરે તો પ્રભુ જરૂર તેની આરાધના સ્વીકારે છે.

સુરદાસજી તો અંધ હતા, ખુદ ભગવાન બાળ સ્વરૂપ ધારણ કરીને તેમની આંગળી પકડીને માર્ગ બતાવતા. કાંટા કાંકરા થી બચાવતા, સુરદાસજી પામી ગયા હતા કે આતો મારો લાલો છે, તેથી તેમણે પ્રભુને છોડ્યા નહીં અને ભગવાને તેમ ને મોક્ષ અપાવ્યો, પણ આપણે જો આવો વિશ્વાસ ન કરીએ તો એ આપણને કેમ સાંચવે ?

હે નાથ મારી તો એકજ અરજ છે કે મારી વાણીમાં એવી મીઠાશ ભરી દેજો કે તેના થી મારા શ્રોતાઓમાં ભક્તિ નો સંચાર થાય અને તેમના મુખ થી કદી’ પણ કટુ વચન ન નીકળે. જો બે મીઠા બોલ થી ભક્તોમાં ભક્તિ નો ભાવ ભરી શકાતો હોય તો કડવા બોલ શા માટે બોલવા!.

રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫

 

Posted in ભજન | Leave a comment

ભાવે ભૂધર ભજું.

Ashirvad

                                ભાવે ભૂધર ભજું.

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા… જેવો
પરમેશ્વર પ્રેમ પીયારા પ્રભુ, ભજું ભાવ થકી ભૂધર હું તને.
હર શ્વાસે શ્વાસ માં શ્યામ જપું, અવસર આપો એવો શુભ મને…

સદા રામ ચરણ માં ધ્યાન રહે, મારા મનમાં ગોવિંદ ગાન રહે.
ભક્તિ રસ નો ભંડાર રહે, અંતરમન થી કરું યાદ તને…

તારા સ્નેહ ની મુજ પર રહેમ રહે, રાધા વર રટણ નું નેમ રહે.
વિઠ્ઠલજી વહાલો એમ રહે, મીરાં ને મોહન જેમ મને…

નીલકંઠ સદા મારા કંઠે રહો, સદાશિવ સદા મારા હૈયે રહો.
મૃત્યુંજય મારા મનમાં રહો, વિશ્વનાથ ન દેજો વિસારી મને…

નિત નિત અંતર માં જ્ઞાન રહે, હરિ ભજવામાં સદા ધ્યાન રહે.
અહર્નિશ આપનું ગાન રહે, અવળાં ઉત્પાત ન વળગે મને…

પ્રભુ અરજી “કેદાર” ની ઉરમાં ધરી, આપો અવસર મને ફરી રે ફરી,
ભવે ભવ એવી ભક્તિ કરી, પરમ પદ આપો આપ મને…

રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા.
ગાંધીધામ. ૯૪૨૬૧૪૦૩૬૫.

Posted in Uncategorized | Leave a comment

સંદેશ કહો હનુમાન

Sundar Kand

                        સંદેશ કહો હનુમાન

સાખી-
પંચવટી નો પ્રાણ, મુજ કારણ મૂરઝી ગયો, અખંડ આનંદ ઉમંગ, કંચન મૃગ છીનવી ગયો..
વૈદેહી પર કેમ હેમ વહેમ હાવી થયો, રોળ્યું સઘળું સુખ, ભ્રમ સઘળું ભરખી ગયો..

સંદેશ કહો હનુમાન, કેમ રહે મારો રામ
કેમ રહે મારો લક્ષ્મણ લાલો, કેમ વિતાવે શામ….

વૈદેહી વિણ રજની રામને, કેવી વેરણ લાગે
ઉષાના અજવાળા હરિને, ક્યાંથી કોમળ લાગે
શીતળ વાયુ હશે શૂળ સમાણો, કેમ સહે ભગવાન…

કંચન મૃગલો ક્યાંથી આવ્યો, મનડું કેમ મોહાયું મારું-
જનક નંદિની હું વૈદેહી, ચિતડું કેમ ચોરાયું -મારું-
માયા જગતની ઊરમાં ન આણું, કેમ ભૂલી હું ભાન…

જીવ જરા પણ ભાળું તડપતો, કાળજું મારું કાંપે
તૃણ હલે જો તેજ હવામાં, મનને ખૂબ સંતાપે- મારા
કંચન કાજે મૃગને મારવા, કેમ વદી આ જુબાન….

અરજ મારી કહેજો રામને, મુજને લેવા આવે- જ્યારે
પ્રથમ પહેલાં મૂઢતા મારી, મારા મનથી મિટાવે
“કેદાર” અવસર આવે ન એવો, પીવા વિરહ વિષ પાન…

લંકાની અશોક વાટિકામાં સીતા માતા બિરાજ્યા છે ત્યાં જ્યારે હનુમાનજી પધારે છે અને બધા રામ અને લક્ષ્મણના સમાચાર આપે છે, ત્યારે માતાજી પણ પૂછે છે, કે હે હનુમાન, મને મારા રામનો સંદેશો આપો, મારો રામ કેમ રહે છે, મારો લક્ષ્મણ શું કરે છે,

હે હનુમાન, મારો રામ તો પંચવટી નો પ્રાણ હતા,પણ એક સોનાનો મૃગ મને છેતરી ગયો અને મારું બધુંજ સુખ છીનવી ગયો. હું તો વૈદેહી, સમ્રાટ જનક ની પુત્રી કે જેને દેહનો પણ મોહ સ્પર્શ ન કરી શકે, તો મને આ સોનાના મૃગ પર મોહ કેમ થયો? જે મારું સર્વસ્વ ભરખી ગયો, પણ મને એવું લાગે છે કે ક્યારેક પંચવટીમાં અંધારી રાત્રિમાં અમો બેઠાં હોઇએં ત્યારે પ્રભુ મને ચમકતા તારલાઓ અને નક્ષત્રો બતાવતા અને ઓળખાવતા કે આ કાતીડો છે, પેલો દેખાય તે ધ્રુવ તારો છે, અને સામે જે સુંદર મજાનું ચમકતું નક્ષત્ર દેખાય છે તે હરણું છે, અને હું આવા સુંદર નક્ષત્રો જોતાં પ્રભાવિત થતી, કદાચ ત્યારથી હરણું મારા અંતરમન માં વસી ગયું હશે, અને તેથી જ્યારે મેં એ છળ થી બનેલા સુવર્ણ મૃગને જોયો ત્યારે મારી એ અંતરમન ની વૃત્તિ જાગૃત થઈ હશે, નહિતો મારું મન આમ લલચાય નહીં.

મારા વિના રામને દિવસતો કદાચ પસાર થતો હશે, પણ વેરણ રાત કેમ પસાર કરે છે? મારા વિના પ્રભાતના કિરણો કોમળતા ક્યાંથી આપી શકતા હશે? અને સવારનો શીતળ મંદ પવન પણ જાણે શૂળ બનીને મારા રામના કોમળ કાળજાને કોરી ખાતો હશે.

અરે હનુમાન, કોઈ પણ જીવને હું જરા પણ વિચલિત થતો ભાળું તો મારું મન કંપી ઊઠે, અરે જીવતો ઠીક કોઈ પાંદડું પણ જો તેજ હવામાં કાંપતું ભાળું તો મને થાય કે આ હવાથી આ તણખલાને કોઈ હાની તો નહિ પહોંચેને? આવો મારો સ્વભાવ હોવા છતાં મારા મનમાં એ સુવર્ણ મૃગની ખાલ ની કંચુકી બનાવવાનો વિચારે કેમ આવ્યો? અને કદાચ વિચાર આવ્યો તે તો ઠીક, મેં મારા રામને એ મૃગને મારી લાવવા આગ્રહ કર્યો, મને સમજાતું નથી કે આવી વાણી બોલતાં મારી જીભ કેમ ઊપડી? અને મારો રામ પણ કેવા ? મારા એક બોલ પર કંઈ પણ વિચાર્યા વગર એ મૃગને મારવા માટે તેની પાછલ દોડી ગયા!

હે હનુમાન, મારી એક વિનંતી રામને ખાસ કરજો, આપ સમાચાર આપશો એટલે મારો રામ ચોક્કસ લંકા પર ચડાઈ કરશે અને કદાચ રાવણને હણવો પડશે તો પણ મારા માટે એ બ્રહ્મહત્યાનું પાપ પણ કરશે, પણ મારી એક વિનંતી છે કે એ પહેલાં મારા મનમાં રહેલા આવા કૂર સ્વભાવનો નાશ કરે, જેથી કદાચ બીજી વખત કોઈ આવો પ્રસંગ આવે ત્યારે મારું મન વિચલિત ન થાય અને ફરી વિરહ વેઠવાનો વારો ન આવે, અને પાછું મારે આવું કઠોર જીવન વિતાવવું ન પડે.
રચયિતા- કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ-૯૪૨૬૧૪૦૩૬૫
ફોટો-ગુગલ ના સહયોગ થી.

Posted in Uncategorized | Leave a comment

શિવ વંદના

DSC01372

                              શિવ વંદના

ભજું ભોળા શંભુ છે અરજી આ મારી, સદાકાળ શિવજી કરું ભક્તિ તમારી…

મળ્યું છે અમૂલખ આ જીવન શિવ મારું, રહે શ્વાસો શ્વાસો માં સમરણ તમારું
આપો મતી એવી કરુણા કરી દાતા, ન વળગે કદી કોઈ માયા નઠારી….

ના બંધન હો જગના, ના ધન ની બહુ આશા, ના પર ની પળોજણ, તુજ રટણા અભિલાષા
છે પ્રાર્થના પ્રભુ કૈલાસ વાસી, ગણી દાસ તારો સ્વીકારો વિષ ધારી….

ભર્યા છે ભંડારો ભભૂત ના ઓ ભોળા, ચડ્યા તારા શીરે કોઈ કરમી બહુ થોડા
આ પાપી અભાગી તન આવે તુજ શરણે, દયા દાખવીને લપેટી તું લેજે….

ન જાણું હું મંત્રો ન કર્મો કે પૂજા, ન લાગે મન તુજમાં ન અંતર માં ઊર્જા
છે “કેદાર” કેરી એક વીનતી વિશ્વેશ્વર, કરું જન્મે જન્મે હું ભક્તિ તમારી..
૭.૮.૧૯

ભાવાર્થ:- હે ભોળા નાથ, આપ તો તુરંત પ્રસન્ન થાવ એવા ભોળા છો, મારી એકજ પ્રાર્થના છે કે હું સદા આપની ભક્તિ કરતો અરહું.
હે નાથ આપની કૃપા થી મને આ અમૂલખ માનવ જીવન મળ્યું છે, હવે મને એવી સમજણ આપો કે મને કોઈ માયા ન વળગે.
કોઈ જગના બંધન મને ન વળગે, ધન પણ એટલુંજ આપજે કે હું મારો નિર્વાહ કરી શકું, બસ તારો દાસ બની ને તારા ગુણ ગાન ગાતો રહું એજ એક મારી પ્રાર્થના છે.
આપ નો તો વાસ સ્મશાનમાં છે, અનેક લોકો ને ત્યાં ચિત્તા પર દાહ દેવામાં આવે છે, એ ભસ્મ ના ત્યાં ભંડાર ભર્યા છે, પણ એમાં થી જે ભાગ્યશાળી હતા તેનીજ ભભૂત આપના અંગે કે જટા સુધી પહોંચી શકી છે, પણ મારો આ દેહ જ્યારે આપના શ્મશાન માં ભસ્મીભૂત થાય ત્યારે દયા દાખવી ને એ ભસ્મ તારા અંગે અંગ માં લપેટી લેજે.
હું કોઇ મંત્રો નથી જાણતો, મારું મન તારામાં તલ્લીન નથી થતું, કે અંતરમાં ભક્તિ નો કોઈ શ્રોત પણ નથી, છતાં મારી અરજ છે કે મને તારા નામ નો અવિરત જાપ હું જન્મો જન્મ કરતો રહું એવા આશીર્વાદ આપજે.
જય ભોળેનાથ.

રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫.

Posted in Uncategorized | Leave a comment