ખોટો નાતો

ખોટો નાતો

             ખોટો નાતો

સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકા ખાય છે. ખબર ક્યાં છે ઉમર તારી, કઈ પળ થી પૂરી થાય છે..

કરી લે રટણ શ્રી રામ નું, ફોગટ ના ફેરા ખા નહી. ભજી લે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહી.. સાખી.

જેને રામ થકી નહી નાતો, મૂર્ખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતો, લેશ નહી એ લજાતો…

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉત્પાતો
સંત સભામાં આતંક આણી, ફૂલણશી છે ફુલાતો…

ધર્મ ના નામે ધતિંગ રચીને, અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મુક્તિ માર્ગ ના કળાતો…

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન “કેદાર” દામોદર ભજી લે, શીદ ભમે ભટકાતો..

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
ચિત્ર | This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to ખોટો નાતો

  1. patelviresh કહે છે:

    દેવી કવચ પોસ્ટ કરો.

પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s