“રાષ્ટ્ર દર્પણ” ફેબૃઆરી, ૨૦૧૮.

February 2018.jpg

                          “રાષ્ટ્ર દર્પણ” ફેબૃઆરી, ૨૦૧૮.

સુજ્ઞ મિત્રો,
અમેરિકાથી પ્રકાશિત થતા લોક પ્રિય મૅગેઝિન “રાષ્ટ્ર દર્પણ” કે જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષામાં છપાય છે, તેમાં ઘણાં સમય થી મારી ભજન રચનાઓ અને આર્ટિકલો ને સ્થાન આપવામાં આવે છે. ૨૦૧૮ ના ફેબૃઆરી માસના અંકમાં મારું એક ભજન કે જે રામાયણ ના પ્રસંગ પર આધારિત છે તે, અને ભારત ના ભજન સમ્રાટ, બ્રહ્મ લીન સંત શ્રી નારાયણ નંદ સરસ્વતી (નારાયણ બાપુ ) કે જેમણે લંડનમાં પણ ભજનોના કાર્યક્રમો આપેલા, તેમના મૂખે ગવાયું છે, અને શિવ રાત્રીને ધ્યાનમાં રાખીને બીજી વખત પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે આપ સૌને પણ માણવા માટે અહીં રજૂ કરૂં છું.
આ ઉપરાંત વેલન્ટાઇન ડે,
આ મૅગેઝિન આપ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ગુગલ પરથી rashtra darpan ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો છો.

        પ્રેમ સૃષ્ટિ નો પ્રાણ છે -તેને એક જ દિવસની સીમા માં ન બંધાય
—————————————————————————————–
દરેક દેશ, પ્રાંત અને રાજ્યની પોતાની આગવી વિશેષતા હોય છે જેનાથી તેની ઓળખ થતી હોય છે અને લાંબે ગાળે એ જ તેને ખ્યાતિ આપે છે. માનવી ને ભેગાં મળવું અને આનંદ કરવો ગમે છે, જેનાથી તે પોતાના જીવનમાં નવું જોમ-તાજગી મેળવે છે, પર્વ, તહેવાર, ઉત્સવ, મેળા વગેરેના નાના કે મોટા, વ્યક્તિગત કે સામૂહિક આયોજનો કરે છે-સારું અને મન ગમતું અપનાવવાની માનવ સહજ વૃત્તિ, સૃષ્ટિ માં માનવ વસાહતો છે ત્યાં એક સરખી જોવા મળે છે. પ્રગતિ સાથે નવાં ઉપકરણો આવતાં તેનો વ્યાપ ખૂબ વધ્યો છે, સાથે સાથ આંધળું અનુકરણ થતું રહ્યું છે, દેખા દેખીમાં પોતાની સંસ્કૃતિ, સભ્યતા ને ભૂલી ને પશ્ચિમી વિદેશી નકલો કરવા યુવા વર્ગ ખેંચાય તેને સ્વાભાવિક ગણીએ, કિંતુ આજે તો પ્રૌઢો, વયસ્કો પણ જાણ્યા સમજ્યા વિના બધું ઊજવવાનો દેખાડો કરે છે, ત્યારે એમ લાગે કે આપણી સંસ્કૃતિ-પરંપરા નો રખેવાળ કોણ ? એક વાત કહું કે પરિવર્તનના આજના જેટ યુગમાં નવું સારું, ઉપયોગી અપનાવવાનો અમારો વિરોધ નથી – એક સરખા તહેવારો માં આપણી સંસ્કૃતિ ને બાજુ એ મૂકી દઈએ તે કોઈ ના માટે શોભા રૂપ તો નથી પણ તેને તો લાંછન કહેવાય .
ભારત દેશ પુરા વિશ્વમાં એક અલગ ઇતિહાસ ધરાવે છે, ધર્મ હોય શૌર્ય હોય કે રીત રિવાજ હોય, પરંપરા હોય તહેવારો કે પર્વો હોય – દરેક વખતે આપણી એક આગવી પ્રતિભા રહી છે, અંગ્રેજો ની હકુમતે તેના તહેવારો ની ઉજવણી ભારતમાં કરવાનો નવો ચીલો નાખ્યો હતો તે આજે પણ ચાલુ છે તેનું દુઃખ છે, અમુક નબળાઈના કારણે અંગ્રેજો આપણા પર વર્ષો સુધી રાજ કરી ગયા તે પણ દુઃખની વાત છે. આપણાં સ્વતંત્રતા ના ભેખધારીઓ ના હિંસક આંદોલન, શહીદો ના મોંઘાં બલિદાનો ના પ્રતાપે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું, પણ હજુ આપણાં માનસ માં અંગ્રેજોના અમુક રિવાજો કે કુ રિવાજો છવાયેલા છે, અને આવા અમુક રિવાજો કે પ્રથાને આપણે છોડી તો નથી શક્યા; પણ ક્યારેક એવા રિવાજો કે પ્રથાને ફૅશન ગણીને આપણે વળગી રહ્યા છીંએ અને તેને ગર્વ / મોટાઈ કે આધુનિકતાના નામે પોષણ આપી ભાવિ પેઢીને તેનો વારસો સોંપવા જેવી બાલિશતા કરી રહ્યાં છીંએ. રોઝ ડે, ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, ફલાણા ડે ઢીંકણા ડે, વેલેન્ટાઈન ડે અને અનેક આવા બધા રિવાજો પાળવામાં આપણે ગર્વ અને આધુનિકતા ના નામે ઉજવીએં છીંએ. આવા સ્પેશિયલ ડે તો આપણાં જીવનમાં એવા વણાયેલા છે કે તેને આપણે સદીઓથી સહજ મનાવીએ છીંએ, જેના માટે અલગ થી ડે મનાવવાની જરૂર નથી હોતી. ભારત માં આવા- ડે – છે જ પણ તે માટે તેના અર્થો જુદાં છે, પ્રેમ, વાત્સલ્ય, હેત, વહાલ આ બધા તત્વો જીવનનો સાચો મર્મ સમજવાના ઘટકો છે તે નિત્ય અને રોજીંદા વહેવારનાં પ્રતીકો છે.
ઉદાહરણ તપાસીએ તો બાળકનો જન્મ થાય તે ક્ષણથી જ મધર્સ ડે નો પણ બાળક માટે જન્મ થાય છે, સાથે સાથે ફાધર્સ ડે પણ શરુ થાય છે, જે જીવન પર્યંત ચાલુ રહે છે, બાળક જન્મથી મૃત્યુ સુધી મા/બાપને સદાકાળ આદર કરતો રહે છે અને મા-બાપ આજીવન બાળકને પ્રેમ વરસાવતા રહે છે, આના માટે કોઈ તારીખની જરૂર પડતી નથી, અને માના પ્રેમ સામે કોઈ પણ પ્રેમની તુલના કરી જ ન શકાય. ખુદ ઈશ્વર પણ જ્યારે જ્યારે માનવ રૂપે જનમ્યા છે ત્યારે તેમણે માના પ્રેમને ખૂબ મહત્વ આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્ઞાન આપતાં કહે છે કે કોઈ તારા ભાઈ નથી, કોઈ પિતા નથી આ બધી મારી લીલા છે, માટે બાણ ચલાવ, યુદ્ધ કર. આ એજ કૃષ્ણ ને જ્યારે જ્યારે મા ની યાદ આવી છે ત્યારે ત્યારે રડ્યા છે. ચોધાર આંસુએ રડ્યા છે, અને મા ના પ્રેમને યાદ કર્યો છે. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને માનવ જન્મ પામ્યો ત્યારે કોઈ ભાષા ન હતી, પણ બાળક જન્મ્યા પછી પહેલો શબ્દ બોલ્યો તે હતો “મા” આમ આ શબ્દ દરેક ભાષાનો પહેલો શબ્દ બન્યો, ત્યાર બાદ બાકીની ભાષા બની, પણ “મા” શબ્દ કોઈ પણ ભાષાની જનની બની રહ્યો. વિશ્વનો કોઈ પણ મહા માનવ હોય પણ “મા” શબ્દ સાંભળતા એક બાળક બની જાય છે, પછી ભલે તે સાક્ષાત્ ઈશ્વર હોય’ મારી કલમે લખ્યું છે–
“આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ન રોકી શકે
ગીતાનો ગાનારો ગોવિંદો, મોહન આયાથી દૂર નથી.”
આ તાકાત, વહાલ, પ્રેમ અને……શું લખું ? શબ્દો ટૂંકા પડે છે. માતા પિતા, આંગણું, શાળા-કૉલેજ મિત્રો, પ્રસંગો-સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, જ્ઞાતિ સમાજ વગેરે વચ્ચે માનવી રહે છે અને સંબંધો, સંપર્કો માં પ્રેમ જુદા જુદાં પ્રકારે દેખા દે છે; આપણે તેમાં ડૂબી જઈએ, અહીં કોઈ એક નિશ્ચિત દિવસે પ્રેમ કરવાની આપણી આદત નથી-બીજું ભારત જેટલાં તહેવારો, ઉત્સવો, ધાર્મિક પર્વો વિશ્વમાં બીજે ક્યાંય નથી. કારણ કે ભારત વિવિધતા સાથે સર્વધર્મ સમભાવ માં માને છે, 5000વર્ષ પહેલાં-સર્વે ભવનતુઃ સુખિનઃ – સર્વને સુખી રાખવા પ્રેમ ભાવ જરૂરી ગણાવાયો છે .
વેલન્ટાઇન ડે-ફેબ્રુ. ૧૪.- આ દિવસે પ્રેમી કે પ્રેમિકા એક બીજાને શુભ કામના પાઠવે છે. શુભ કામના માત્ર એક જ દિવસ હોઈ શકે ખરી ? એક દિવસે ભેટ, ગુલાબ, સંદેશા પાઠવવાથી પ્રેમ રહે કે વધે ખરો? તો તો કોઈના છુટા છેડાં જ ન હોત કે કોઈ કુંવારા ન હોત ! વિદેશી નકલો કરવાનું બંધ કરી આપણા પ્રાચીન સદીઓ જૂનાં અર્થપૂર્ણ તહેવારો, પર્વો પ્રતિ જાગરૂક બનીએ. હા, એક વાત નોંધી લેશો-વેલેન્ટાઈન ડે ના ઉદ્દેશ સામે મારો વાંધો નથી-પ્રેમ સર્વત્ર છે અને તે સૃષ્ટિ નો પ્રાણ છે -પણ તે માટે વિદેશી નકલની -માત્ર એક દિવસને ઉજવણી સામે વિરોધ છે.
——————————————————————————————————

રામાયણ પ્રસંગ પટ ૧૦
                         નવધા ભક્તિ

ભજન
રાગ- હેતુરે વિનાના ન હોય હેત-ગવાય છે તેવો

સાખી-ઋષિ માતંગ ની શિષ્યા, પંપા સરોવર પાળ
એકજ આશા હરિ મળે, પછી આવે ભલે કાળ..
એક ભરોંસો ગુરુ દેવ નો, વચન ન મિથ્યા જાય
કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય
અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી
એક ભરોંસો રહે વિશ્વાસે, ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..

 

ભીલડી તને નવધા ભક્તિ ભણાવું..
તારા મનના ઉચાટ મટાવું…તને….

સંત સમાગમ હરદમ કરવો, કથા કીરતન માં જાવું
૧                                                  ૨
ગુરુ પદ પંકજ પૂજા કરવી, કપટ તજી ગુણ ગાવું..
૩                                                 ૪

મંત્ર જાપ નિરંતર કરવા, ભૂધર ભરોંસે ગાવું
                   ૫
સમય કાઢવો હરિના ભજન નો, સજ્જન ધર્મ સમજાવું…
              ૬
સકળ જગતને હરિ મય જાણી, સંત સવાયા ગણવું
                  ૭
સંતોષી રહી જીવન જીવવું, અવગુણ કોઈનું ન જોવું….
                     ૮
સરલ સ્વભાવ કપટ નહીં મનમાં, હરદમ હરી ગુણ ગાવું
હરખ શોક કોઈ હૃદયે ન ધરવા, ભક્તિ રસમાં નહાવું..
                               ૯
જો ગુણ ભાળું એક પણ એથી, નિશ્ચય પાર કરાવું
“કેદાર” કરુણાકર પાર ઉતારે, ગુણ ગોવિંદ નું ગાવું…

ભાવાર્થ:-દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના ઉત્તર કાંઠે કિષ્કિંધાથી બે માઈલ નૈઋત્યમાં પંપા સરોવર આવેલું છે,
આ સરોવર પાસે રામની પરમ ભક્ત એક ભીલડી, નામે શબરી રહેતી હતી અને તે પંપા સરોવરને પશ્ચિમ કિનારે રહેતા મતંગ ઋષિની શિષ્યા હતી. મતંગ ઋષિ દેવલોકમાં જતાં પહેલાં શબરીને વચન આપતા ગયેલા કે તને રામ મળશે. જ્યારે લક્ષ્મણ સહિત રામ પધાર્યા ત્યારે એનું પૂજન કરી એમને આશ્રમમાં વનફળો ખાવા આપ્યાં. શબરી ની અનન્ય ભક્તિ જોઇને શ્રી રામ ખૂબજ ખુશ થયા, જ્યારે શબરી પોતે કોઈ જાતની ભક્તિ ની રીત ન જાણતી હોવાનું કહ્યું ત્યારે શ્રી રામે તેને નવ પ્રકારની ભક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ કોઈ કરે તો હું તેને આ ભવ સાગરથી પાર કરિદંવછુ

૧) સંત સમાગમ.( ૨) શ્રવણ – ક્થામા પ્રેમ. (૩) ગુરુ સેવા. (૪) કપટ તજીને ભગવદ
ગુણગાન. (૫) મંત્રમા નીષ્ઠા. (૬) અતિ પ્રવૃતિમાથી નિવૃતિ.(૭) દરેકમાં ઇશ્વરના દર્શન.
(૮) જેટલુ મળે એમા સન્તોષ. (૯) છળ કપટ વગરનુ જીવન.

પ્રથમ ભક્તિ સંતન કર સેવા, દુસરી રતી મમ કથા પ્રસંગા
ગુરુ પદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાપ,ચોથી ભક્તિ પ્રભુ ગુન ગન કરે કપટ તજી ગાન
મંત્ર જાપ પ્રભુ દ્રઢ વિસ્વાસા, પંચમ ભજન વેદ પ્રકાશા,……નિરખ નિરત સજ્જ્ન કર ધર્મા

——————————————————————————————————

              બહુ નામી શિવ

સાખીઓ..કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા .
કંઠ હલાહલ વિષ ભર્યો, બૈઠે જાકે હિમાલા…

ત્રિ નેત્ર સર્પ કંઠ, ત્રિપુંડ ભાલ સોહાય .
સંગ ગિરિજા જટા ગંગ, સબ જગ લાગે પાય…

શિવ શંકર સુખકારી ભોલે…
મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી…ભોલે..

ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ
ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચ સે યારી…ભોલે..

ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી
બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી…ભોલે…

વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી
વૃષભ વાહન વિશ્વનાથ કા, ભૂમિ સ્મશાન વિહારી…ભોલે…

મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગત હે ન્યારી
મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠે જો મૃગ ચર્મ ધારી…ભોલે….

ચરન ધુલ કા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિત કારી
દાસ ” કેદાર ” કેદારનાથ તું, બૈજનાથ બલિહારી…..ભોલે…

સાખીઓ નો ભાવાર્થ:-

૧, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, શિર પર ચંદ્ર ધર્યો છે, ગળામાં મૂંડકા ની માળા પધરાવી છે, કંઠમાં હળા હળ વિષ ધરીને કૈલાસમાં બિરાજમાન છે દેવાધી દેવ મહાદેવ.

૨, ત્રણ નેત્ર છે, ગરદનમાં સર્પ ધારણ કર્યા છે, લલાટમાં ત્રિપુંડ શોભાયમાન છે, અર્ધાંગના માતા ગિરિજા બાજુમાં બિરાજમાન છે, જટાની અંદર ગંગા મૈયા શોભાયમાન છે, આવા અલૌકિક સૌંદર્ય ધરાવતા મહાદેવ ને સકળ વિશ્વ વંદન કરે છે.

મહાદેવ ના અનેક નામો માંહેના ૧૬ નામોનો આ ભજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

——————————————————————————————————

રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ.
મેઈલ:-kedarsinhjim@gmail.com
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
૮૧૬૦૬૩૦૪૪૯.

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s