મારા વિશે

સુજ્ઞ મિત્રો,

આ બ્લોગ દ્વારા આપના સુધી પહોંચવા નો મોકો મળ્યો છે ત્યારે મારો ટુંકો પરિચય આપવો મને જરૂરી લાગે છે, જેથી આપ સર્વે મારા વિષે થોડી જાણકારી મેળવી શકો.

હું ગાંધીધામ કચ્છ માં ઑટોમોબાઇલ એન્જીનીયર તરીકે નોકરી કરું છું, લોઢા સાથે નાતો હોવા છતાં ઈશ્વર કૃપાથી ભજનો અને ગરબા ની રચના કરી શકું છું અને ગાવાની પણ થોડી કળા ભગવાને મને આપી છે, ગાંધીધામ માં અમારું નાનું એવું ભજન મંડળ છે. અહિં એક “અવસર” નામે કવિ સંમેલન પણ ચાલતું હતું, તેનો હું સભ્ય રહીચુક્યો છું.

“દીન વાણી” નામે મારી એક ભજનાવલી પણ મેં બનાવેલી છે જેમાં કવિ “દાદ” જે ગુજરાત ના પ્રખર રચનાકાર અને સરકાર દ્વારા સન્માનિત “કાળજા કેરો કટકો મારો” અને “કૈલાસ કે નિવાસી” જેવી રચનાઓ કે જે ભારત અને વિદેશ માં પણ પ્રશંસા પામી છે, તેઓ મારા સ્નેહી અને ગુરુ સમાન છે, તેમણે પ્રસ્તાવના લખી છે, જે ક્યારેક રજૂ કરીશ.

નારાયણ સ્વામીજી કે જેને આજે કોણ નથી ઓળખતું ? મહાન ભજન ગાયક અને રાગ રાગણી ની ઊંડી સમજ ધરાવતા એ સંત સમાન સાથે મારા એક સ્નેહી દ્વારા મુલાકાત થઈ, મારી રચનાઓ નો અભ્યાસ કરી ને મને પ્રોસ્તાહિત કર્યો, અવાર નવાર બાપુ મારી રચનાઓ વિષે ચર્ચા કરતા અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા. મારી રચના યોગ્ય સમયે ગાવાનું પણ વચન આપેલું, બાપુ રચનાકાર ને પહેલાં પરખતા ત્યાર બાદજ તેની રચના હાથપર લેતાં, બાપુએ “રોમ રોમ હર બોલે” સીડી/કેસેટ માં મારું ભજન “શિવ શંકર સુખ કારી” ગાયું જેમાં મેં શિવજીનાં ૧૬ નામોની ગૂંથણી કરીને “બહુનામી શિવ” શીર્ષક આપેલું, તે ગાયું પણ ખરું, પણ મારા દુર્ભાગ્યે મને પરખવામાં બહુજ વાર લાગી, કદાચ મારા દુર્ગુણો વધારે હશે, ત્યાર પછી બાપુ ની તબિયત લથડતાં મારા વધારે ભજનો ને બાપુના મુખ વાટે સંત વાણી બનવાનો મોકો ન મળ્યો. પણ મને હૈયાધારણ મળી કે મારી રચનાઓ માં તથ્ય જરૂર છે, નહીંતો બાપુ મારી રચના ગાત નહીં. ત્યાર બાદતો સંગીતા બેન લાબડીયા, કીર્તિદાન ગઢવી અને રામદાસ ગોંડલીયા જેવા ઘણા ભજન ગાયકોએ આ રચના ગાઈ છે, બસ આ છે મારી નાની એવી ઓળખ.

આપના દ્વારા મારી રચનાઓ ને પ્રચાર અને પ્રસાર માટે રજૂ કરવાની આશા સાથે એ પણ લખું કે મારી નબળી કળી ને પણ આપ ઉજાગર કરતા રહેશો તો મને મારી ભૂલો નો ખ્યાલ આવતો રહે એવી આશા રાખું છું. મને કોમ્પ્યુટરનો બહુ અનુભવ નથી, મારા એક મિત્ર દ્વારા આમાં પ્રવેશ કર્યોછે, વર્ડપ્રેસમાં પણ ગયો પરંતુ કંઈક ટેકનિકલ ક્ષતિ ને કારણે હવે મારા બીજા મિત્રના સહયોગથી dinvani.wordpress.com નામે વર્ડપ્રેસમાં  નવો પ્રવેશ કરવા જઈ રહ્યોછું, આશા કરૂં કે આપ બધાના સહયોગથી સારો પ્રતિભાવ મળશે.

જય માતાજી.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ
http://www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

3 Responses to મારા વિશે

  1. Dipak Dholakia કહે છે:

    કેદારસિંહજી ભાઈ, રામરામ. હું પણ મૂળ ભુજનો જ છું. આપનાં ભજનો ગુજબ્લૉગ મારફતે વાંચતો રહ્યો છું. હવે બ્લૉગ રૂપે આપે શરૂઆત કરી છે તેથી આનંદ થયો. આપ નિયમિત રીતે આટલી બધી ગેય રચનાઓ કરી શકો છો તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આશા છે કે આપણે મળતા રહેશું.

  2. Kedarsinhji M Jadeja કહે છે:

    ધન્યવાદ ભાઇ ધન્યવાદ, જરૂર જરૂર મળતા રહેશું, આપતો મારા થી ક્યાં દુર છો?

  3. Ramesh Dobaria કહે છે:

    હું માત્ર નારાયણ સ્વામી નાં ભજનો જ સાંભળું છું. અને ખુબ જ ગમે છે. તેમના વિશેની માહિતી ખુબ જ ઓછી ઉપલબ્ધ છે. સ્વામીજી વિશેની માહિતી ચાહકોમાં વહેંચવા બદલ આપનો ખુબ જ આભાર.

પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s