કાળો કાન

કાળો કાન
તા.૧૮.૩.૧૪
ઢાળ:- રાગ પ્રભાતી જેવો

કાનજી કાળા ના કર ચાળા, મતિ મુંઝાણી મારી રે…

રામ બની તેં અહલ્યા ઉદ્ધારી, શબરી પાર ઉતારી રે
અસુર નારી તાડકા મારી, ભક્ત ઉગાર્યા ભારી રે…

એક જ નારી જન હિત કારી, એક વચન વ્રત ધારી રે
ધોબીના વચને રાણી સીતાને, કષ્ટ દીધાં બહુ ભારી રે…

કૃષ્ણ બની તું કપટ કરે છે, રણ છોડી રણછોડ બને છે
છોગાળાને તું છળથી છળે છે, વિપરીત વાણી તારી રે…

જોર કરી જાંબુવતી લાવ્યાં, પરણ્યા છો બહુ નારી રે
રાધા સંગે તેં રીત ન પાળી, વિરહ વેઠાવ્યા ભારી રે…

બે માતા ને તારે બે બે પિતાજી, સમજણ આપે ભલે સારી રે
પણ-જનમ ભોમકા (જેલ) ભાગ ભજાવે, મતી બગાડે તારી રે…

“કેદાર” કપટ એક કાન કરીદે, મુજ પાપીને પાર કરી દે
જગત બધાને જાણ કરીદે, તું અધમનો ઉદ્ધારી રે…

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિભાવ આપો