અમૂલ્ય અવતાર

20140421_020414

                  અમૂલ્ય અવતાર

ઢાળ-નારાયણ બાપુનું ગાયેલું એક ભજન છે…”અબ સોંપ દીયા ઈસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મેં”.. ને મળતો

આપ્યો અવતાર અમૂલ્ય ઘણો, મને માનવ કેરો દેહ મળ્યો
ઉપકાર અનેરો આપ તણો, મને નારાયણ નો નેહ મળ્યો…

મને યાદ ન આવે આજ જરી, મેં કેમ ચોરાશી પાર કરી
પણ એક અરજ સરકાર ખરી, મને મુક્ત થવા નો માર્ગ મળ્યો…

સંસાર અસાર છે ધ્યાન રહે, મારા ચિત માં ગીતા નું જ્ઞાન રહે
સદા મન માં હરિ નું સ્થાન રહે, મને ગોવિંદ ગુણ રસ લાગે ગળ્યો…

મને અમૃત આપો વાણી માં, હવે જાય ના જીવન પાણી માં
હું ભાળું હરિ હર પ્રાણી માં, મને કૃષ્ણ કૃપાળુ ત્યાં જાય કળ્યો….

તને એક અરજ કિરતાર કરૂં, ભજતાં ભૂધર ભવ પાર કરૂં
ગદ ગદ થઈ ગિરિધર ગાન કરૂં, મને લાલ રિઝાવવા નો લાગ મળ્યો…

પ્રભુ દીન ” કેદાર ” ની વાત સુણી, હરિ રાખો મુજ પર મહેર કૂણી
હું તો રોમે રોમ છું તારો ઋણી, થોડું ઋણ ચૂકવવા નો મોકો મળ્યો…

About kedarsinhjim

કેદારસિંહજી એમ જાડેજા, માતાજીની કૃપાથી ભજનો અને ગરબાની રચનાઓ કરવી ગાવી એ મને ગમેછે. કવી દાદ જેવા સ્નેહી જનો નો મને સાથ મળ્યોછે, અને પ. પુ. નારાયણ બાપુ એ મને સાંભળ્યોછે અને માણ્યો પણ છે, તેમના પણ મારા પર અનેક આશીર્વાદો વરષ્યાછે,અને મારી રચના ગાવાની પણ કૃપા કરીછે. ૧૧૫,એમ આઈ જી. ૭૫૩,ગુજ્રત હાઉસીંગ બોર્ડ, કંડલા સ્પે.ઈકો. ઝોન ગાંધીધામ. કચ્છ. ૩૭૦૨૩૦. Email:-kedarsinhjim@gmail.com kedarsinhjim.blogspot.com dinvani.wordpress.c મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિભાવ આપો